Meetha Khaara | Coke Studio Bharat

Meetha Khaara | Coke Studio Bharat

Aditya Gadhvi

Длительность: 4:23
Год: 2025
Скачать MP3

Текст песни

તને તને તને રે'વા જગત અજીઠું
તને કાજ બીજું ના દીઠું
મીઠાપ બધી એ મેલીને તે
માંગ્યું કાં ને મીઠું?
તને રે'વા જગત અજીઠું
તને કાજ બીજું ના દીઠું
મીઠાપ બધી એ મેલીને તે
માંગ્યું કાં ને મીઠું?
અંધારા સૂરજ ના
કે ચાંદા ના તડકા
લીધા તે
પીધા તે
ના કીધા તે
હું હાડ ને મારા ગાળું
અલોણું ના કોઈ ભાણું
ભલે જગતમાંહી બત્રીસે
પણ હું સ્વાદ બીજો ના જાણું
મીઠા ખારા
હા ખારા
હા ખારા ખારા ખારા
મીઠા ખારા
હા ખારા
હા ખારા ખારા રે
કીધા મીઠા
પણ ખારા
હા ખારા ખારા ખારા
મીઠા ખારા
હા ખારા
એ ખારા ખારા રે
જગને ગમતા છો ને ભર્યા
મારે કામ ના સૂકા દરિયા રે
ઓ દરિયા રે
જગને ગમતા છો ને ભર્યા
મારે કામ ના સૂકા દરિયા રે
અગરિયા રે
મારી આંખે સાગર છે સૂકાણા
મને રંગ બધા રિસાણા
હવે ધોળા ધોળા લાગે
મને મોળા મોળા લાગે
આ જગના ને જીવના ઉખાણા
મારી આંખે સાગર છે સૂકાણા
મારી આંખે સાગર છે સૂકાણા
એ હા હા
ઝરણ ઝરણ ભલે ખળ ખળ સપને ઈ મેકી દીધું
ગોટો વાળી છાપરાની એઠ અને
ઝાળી રે ખપડી ખભે લીધો દાંતડો અરે
ખભ ખભ ખભ ઝીંકી ખોતરીને રણ પછી
બીજા બધા સાદ ભલે અનાહદ નાદ મારી
દુનિયાથી બાદ ખાલી ખભ ખભ ખભ
બસ ખભ ખભ ખભ બસ હાલે એક ધારો તાલ
આજ અને કાલ છે મજાલ કે આ તૂટે મારી હામ
તૂટે તૂટે તૂટે ના
ના તૂટે મારી હામ
ખૂટે ખૂટે ખૂટે ના
ના તૂટે મારી હામ, ના ખૂટે મારી હામ, ના તૂટે મારી હામ
તારું જગત આજ મેં દીઠું
તારું કાજ બધાથી મીઠું
મીઠાઈ બધી એ મેલીને
તે માગ્યું જો ને મીઠું
મીઠાઈ બધી
અંધારા સૂરજ ના
ને ચાંદા ના તડકા
લીધા તે
પીધા તે
ના કીધા તે
હું હાડ ને મારા બાળું
અલોણું ના કોઈ ભાણું
ભલે જગતમાંહી બત્રીસે
પણ હું સ્વાદ બીજો ના જાણું
મીઠા ખારા
હા ખારા
હા ખારા ખારા ખારા
મીઠા ખારા
હા ખારા
હા ખારા ખારા રે
કીધા મીઠા
પણ ખારા
એ ખારા ખારા ખારા
મીઠા ખારા
હા ખારા
એ ખારા ખારા રે
જગને ગમતા છો ને ભર્યા
મારે કામ ના સૂકા દરિયા રે
ઓ દરિયા રે
જગને ગમતા છો ને ભર્યા
મારે કામ ના સૂકા દરિયા રે
અગરિયા રે