Lakh Lakh Vandan

Lakh Lakh Vandan

Baps Swaminarayan Sanstha

Длительность: 6:12
Год: 2023
Скачать MP3

Текст песни

લાખ લાખ વંદન સ્વામી મહંતને
લાખ લાખ વંદન સ્વામી મહંતને
હે હરખે વધાવિયે સ્વામી મહંતને
હરખે વધાવિયે સ્વામી મહંતને
જન્મોના વામ્યા સંતાપને
જોયા છે નેણ ભરી નાથને
જન્મોના વામ્યા સંતાપને
જોયા છે નેણ ભરી નાથને
હે લાખ લાખ વંદન સ્વામી મહંતને
લાખ લાખ વંદન સ્વામી મહંતને

હે વેણ વદે અલ્પ કરે નેણથી જ વાતો
નજરુંથી બાંધે છે પ્રેમ તણો નાતો
હે વેણ વદે અલ્પ કરે નેણથી જ વાતો
નજરુંથી બાંધે છે પ્રેમ તણો નાતો
મલકંતા મુખડાની
હો મલકંતા મુખડાની માયા લગાડી ને
ભૂલ્યો હું જૂઠા સંગાથને
જોયા છે નેણ ભરી નાથને
હો જોયા છે નેણ ભરી નાથને
હો હો
લાખ લાખ વંદન સ્વામી મહંતને
હરખે વધાવિયે સ્વામી મહંતને

હો હો હો હો

હે પામ્યો જ્યાં સ્વામીનો મીઠો સથવારો
સહેજે સહેજે કીધો દુનિયાથી ન્યારો
હા પામ્યો જ્યાં સ્વામીનો મીઠો સથવારો
સહેજે સહેજે કીધો દુનિયાથી ન્યારો
હે માયાનો ગોકીરો
માયાનો ગોકીરો ઠારી દીધો ને
મારા હૈયામાં ધરબી નીરાંતને
જોયા છે નેણ ભરી નાથને
હો જોયા છે નેણ ભરી નાથને
હો હો
લાખ લાખ વંદન સ્વામી મહંતને
હરખે વધાવિયે સ્વામી મહંતને

હે સ્વામીની મરજીમાં આયખું ઓગાળવું
એમના જ આકારે જીવતરને ઢાળવું
હો સ્વામીની મરજીમાં આયખું ઓગાળવું
એમના જ આકારે જીવતરને ઢાળવું
લોકો પડતા જેના
હો લોકો પડતા જેના પાવમાં એ જગદીશે
ઝાલી દીધો મારા હાથને
જોયા છે નેણ ભરી નાથને
હો જોયા છે નેણ ભરી નાથને
હે લાખ લાખ વંદન સ્વામી મહંતને
લાખ લાખ વંદન સ્વામી મહંતને
જન્મોના વામ્યા સંતાપને
જોયા છે નેણ ભરી નાથને
હો જોયા છે નેણ ભરી નાથને
હો જોયા છે નેણ ભરી નાથને