Aavelo Mankho Sudharo Guruji Mara Full Song

Aavelo Mankho Sudharo Guruji Mara Full Song

Birju Barot

Длительность: 6:15
Год: 2023
Скачать MP3

Текст песни

આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો
આવેલો મનખો સુધારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો
આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો
આવેલો મનખો સુધારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો

લખચોરાંશીમા બહુ દિન ભટક્યા
ઘડી ઘડી પશુ અવતારો
ગુરુજી, ગુરુજી
લખચોરાંશીમા બહુ દિન ભટક્યા
ઘડી ઘડી પશુ અવતારો
રામ મળવાનો ગુરુ મારગ બતાવો
રામ મળવાનો ગુરુ મારગ બતાવો
મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો

વારંવાર ગુરુ અરજી સાંભળો
સાંભળો મે વેદ પુરાણો
વારંવાર ગુરુ અરજી સાંભળો
સાંભળો મે વેદ પુરાણો
માયામાંથી આ જીવને ઉગારો
માયામાંથી આ જીવને ઉગારો
મટી જાય જનમ જંજાળો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો

તમે ગુરુજી મારા પરમ ઉપકારી
શિર પર પંજો તમારો
તમે ગુરુજી મારા પરમ ઉપકારી
શિર પર પંજો તમારો
ન ભૂલું ગુણ તમારા ગુરુજી
ન ભૂલું ગુણ તમારા ગુરુજી
તીરથ ફરુ રે હજારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો

ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ
દાસ કૈવલને દર્શન આપો
ગુરુજી, ગુરુજી, ગુરુજી
ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ
દાસ કૈવલને દર્શન આપો
ગુરુ બિન સહાય કોણ કરે જીવની
ગુરુ બિન સહાય કોણ કરે જીવની
સદાય ચરણમાં રે રાખો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો

આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો
આવેલો મનખો સુધારો ગુરુજી મારો
આવેલો મનખો સુધારો