He Maa Maru Karje Tu Rakhavadu

He Maa Maru Karje Tu Rakhavadu

Jyoti Vanjara

Длительность: 6:57
Год: 2019
Скачать MP3

Текст песни

હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હે ગુના હજાર મારા ઉપકાર લાખ તારા
ગુના હજાર મારા ઉપકાર લાખ તારા
છોરું જાણીને માફ કરજો રે માં
તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હો તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું

હો જગ આખું જૂઠું માં ક્યાં હું તો જાવુ
તારા શરણમાં માં હું તો આવું
હો તારી ભક્તિની જ્યોત પ્રગટાવું
રાત દિન રટણ તારું ઉઠી મારા ગાવું
ઉઠી મારા ગાવું
હો તારી છે આશ માં તારો વિશ્વાસ
તારી છે આશ માં તારો વિશ્વાસ
તારા વિના બીજે ક્યાં જાવુ રે માં
તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હો તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું

હો ઘર ને પરિવાર માડી તારા રે માથે
મારા જીવતરની ગાડી સોંપી તારા હાથે
હો ઉજળું જીવનમાં તારા પ્રતાપે
સમરણ કરું તારું વહેલી પ્રભાતે
વહેલી પ્રભાતે
હો દુઃખનો આ દરિયો દૂર તું કરજે
દુઃખનો આ દરિયો દૂર તું કરજે
તારી છાયામાં મને રાખજે હો માં
તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હો તારી ભક્તિનો રંગ લાગ્યો રે માં
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું

હો માડી મારી લીલી વાડી સદા તમે રાખો
અમી દ્રષ્ટિ થોડી મુજ પર નાખો
હો બુરી નજરથી માં અમને બચાવો
સાદ કરું ત્યાં માડી તમે આવો
હે માં દયાળી હે માં કૃપાળી
હે માં દયાળી હે માં કૃપાળી
કુળની રે વેલ વધારજે રે માં
તારી ભક્તિ નો રંગ લાગ્યો રે માં
હો તારી ભક્તિ નો રંગ લાગ્યો રે માં
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું
હે મારી માં મારુ કરજે તું રખવાળું
મન મંદિરમાં કરજે તું અજવાળું