Jyare Pranay Ni Jagma
Manhar Udhas
7:53દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે દીકરો મારો લાડકવાયો રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે દીકરો મારો લાડકવાયો કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે દીકરો મારો લાડકવાયો ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે દીકરો મારો લાકડવાયો હાલક ડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે દીકરો મારો લાડકવાયો