Tamne Biju Koi Gamva Lagyu

Tamne Biju Koi Gamva Lagyu

Pareshdan Gadhvi

Длительность: 7:11
Год: 2022
Скачать MP3

Текст песни

હો જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું

હો હોઈ જરૂરૂ તો લઈ જાને ધડકન આપી દે મને તડપન
ઓ હોઈ જરૂરૂ તો લઈ જાને ધડકન આપી દે મને તડપન
હો વિચાર્યું નોતું એવું અમારી સાથે આજ થાવા રે લાગ્યું
વિચાર્યું નોતું એવું અમારી સાથે આજ થાવા રે લાગ્યું
અજનબી બની ગયા અમે જેને પોતાનું માન્યું
અજનબી બની ગયા અમે જેને પોતાનું માન્યું

હો શું ખોટ આવી કહી દેતા મારા પ્રેમમાં
છોડીને જશો ના રહેતા એવા વહેમમાં
હો હાલ જોવોને આવી અમારા હૈયાના
ઈટ હતા તમે મારા પ્રેમના પાયાના
હો ધાર્યું હતું તારી સંગ વીતે મારૂં ધડપણ
ભુલી ગયા પ્રેમનું આ સગપણ
હો ધાર્યું હતું તારી સંગ વીતે મારૂં ધડપણ
ભુલી ગયા પ્રેમનું આ સગપણ

હો તારા ગયા પછી આ હ્રદય મારૂં બંધ જોને પડવા લાગ્યું
તારા ગયા પછી આ હ્રદય મારૂં બંધ જોને પડવા લાગ્યું
પ્રેમ સિવાય તારી પાહે બીજું ક્યાં નોતું રે માગ્યું
પ્રેમ સિવાય તારી પાહે બીજું ક્યાં નોતું રે માગ્યું

હો જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જાણ્યું છે અમે એવું તમને બીજું કોઈ ગમવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું
જોયા પછી આ દિલ અમારૂ બહુ રડવા લાગ્યું

હો તમે ખુશ રહો કાયમ દુવા એવી કરશું
હવે પછી અમે તમને જોવા ના મળશું
હો યાદ આવે તમારી છાનું છાનું રડશું
તમારા પ્રેમ માટે જિંદગી ભર તડપશુ
હો હજુ પણ દિલ મારૂં માંગે તારો સાથ
પારકાને આપ્યો તમે હાથ
હો હજુ પણ દિલ મારૂં માંગે તારો સાથ
પારકાને આપ્યો તમે હાથ

હો જીવો જાજુ વાલી અમે તમારા માટે આજ મોત રે માગ્યું
જીવો જાજુ વાલી અમે તમારા માટે આજ મોત રે માગ્યું
રહ્યો અફસોસ કઈ વાતનો તમને આવું ખોટું રે લાગ્યું