Kholiya Juda Ne Jiv Aek J Jevo

Kholiya Juda Ne Jiv Aek J Jevo

Parth Gadhavi & Kuldeep Gadhavi

Длительность: 6:44
Год: 2025
Скачать MP3

Текст песни

હો હું તારા જેવો ને તું મારા રે જેવો

હો કરશન કેવો કે તુને રામ રે કેવો
આભ જેવા ટેકા આપે ભાઈ છો એવો
ખાલી ખોળીયા
એ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
એ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હો હું તારા જેવો ને તું મારા રે જેવો
કાલો ઘેલોને વીરો કરણ જેવો
ખાલી ખોળીયા
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

ઓ બાજી બોલીને પાછો મારી ભેળો હાલતો
એક થાળીએ બેહી મારી ભેળો ખાતો

હો હો હજારો મળ્યા એમાં એક જ તું ખાસ છે
છેટો ન જાતો તું તો શ્વાસોનો શ્વાસ છે
શ્વાસોનો શ્વાસ છે
હો હું તારા જેવો ને તું મારા રે જેવો
કાલો ઘેલોને વીરો કરણ જેવો
ખાલી ખોળીયા
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

હો હજારો શું કરવા હાવજ એકે હજારા
તું હોય હારે પછી દિવસો મજાના

હો હો દિલના આ નાતાના ના હોય દેખાવા
ભાગશાળી હોય મળે ભાઈબંધ આવા
ભાઈબંધ આવા
હો લાખોમાં એક તું છો હીરો રે મારો
ભાઈબંધ નથી તું તો ભાઈ છે મારો
ખાલી ખોળીયા
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

હો કાળજા કઠણ મુખે ભલે સાદો સીધો
સંકટમાં સાથ છોડે એતો કોક બીજો

હો હો નથી ખાલી નાતો આ જીવતા જીવવાનો
મર્યા પછી મોકાળે હારે મળવાનો
હારે મળવાનો
હો જમ હારે બાઘીલે ના જેવો રે તેવો
મુઠીમાં મોત રાખે વાઘના જેવો
ખાલી ખોળીયા
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

હો જીવતર માટે જેમ શ્વાસ છે જરૂરી
તારા વિનાની એમ જિંદગી અધૂરી

ઓ નાણા શું કરવા એ તો બધી મોહ માયા
મિલકતથી મોંઘા અમે ભાઈબંધ કમાયા
ભાઈબંધ કમાયા
હો દીપ યુવરાજ કે તું દિલનો દરિયો
ભાઈ બંધ માગ્યોને તું ભાઈ રે મળ્યો
ખાલી ખોળીયા
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો