Dwarika Desh Joyo

Dwarika Desh Joyo

Pintu Algotar

Альбом: Dwarika Desh Joyo
Длительность: 5:34
Год: 2023
Скачать MP3

Текст песни

દ્વારિકા દેશ જોયો
ગોકુળનો ગોવાળ જોયો
દ્વારકા દેશ જોયો
મૂર્તિ મા મન મોહ્યા
શામળીયાને ભાળી રોયો
ગોમતી મા પાપ ધોયા
રુઠેલા રૂક્ષ્મણી જોયા
દેવ ભુમિ મા સુદ બુધ ખોયા
તુ જસોદા નો લાડકવાયો
નંદ ની આંખ્યો નો તારો
ચોરી માખણ ખાનારો
ગોવાળોનો છે સથવારો
ગોપીઓના મન હરનારો
વન વગડે ગાયો ને ચારો
રાધા ના રુદીયે રમનારો
કાળીયો તુ કામણગારો
ગોકુળ થી મથુરા આવ્યો
માવતર ને જેલે સોડાયો
મામા તે કંસ ને પસડયો
નરસિંહ મહેતા ને મળ્યો
કુવરનો મામેરો ભરીયા
બાવન કામ કરીયા
મીરા ના ઝેર પીધા
રાણા ને ભક્તિ મય કીધા
બેની સુભદ્રા ના વીર
દ્રૌપદી ના પુર્યા ચીર
અર્જુન નુ ગાંડીવ તીર
કૌરવો કર્યો તા થી
દ્વારિકા દેશ જોયો
મૂર્તિ મા મન મોહ્યા
શામળીયાને ભાળી રોયો
ગોમતી મા પાપ ધોયા
રુઠેલા રૂક્ષ્મણી જોયા
દેવ ભુમિ મા સુદ બુધ ખોયા

ભરવાડુ ને ભાણેજ મળ્યો
જાન બાઇ ને છાણ મા મળ્યો
જલીયાણ જોગી ને મળ્યો
મા વીર બાઇ નો હાથ માંગ્યો
ધ્રુવ બાળા ને રંગ લાગ્યો
રણ છોડી રણછોડ ભાગ્યો
સાકુ ને તીરથ કરાયા
વવુ વારુ થાઈ વાલો આયા
સુશીલા નો ભરોહો રાખ્યો
દીધેલો તાંદુલ ચાખ્યો
સુદામા ના પગ પખાળી
યારી જગે. વખાણી
સગાળસા ની સાચી લાગણીએ
ચેલયો ખડયો ખાંડળીયે
પ્રગટ્યો તુ ઠાકર આંગણિયે
અજમલ રાજે ભક્તિ કરી
દિકરો થઈ જન્મયો તુ હરી
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ
મારો દોયલીવેળા નો સહારો
ગંગાસતી પાનબાઇ ને મળ્યા
ગોરા કુંભાર ને મળ્યો
રુધીર ની ભાજી જમ્યો
બળતો પ્રહલાદ ઠારયો
હરણા કંસ ને ઉભો ફાડ્યો
બોડાણા નુ ગાડુ હાકી
દ્વારિકા થી ડાકોર આવ્યા
ડાકોર ના ઠાકોર બની
તુલસી ના પાદે તોલાયો
દ્વારકા દેશ જોયો
મૂર્તિ મા મન મોહ્યા
શામળીયાને ભાળી રોયો
ગોમતી મા પાપ ધોયા
રુઠેલા રૂક્ષ્મણી જોયા
દેવ ભુમિ મા સુદ બુધ ખોયા

મેઘામામેપા બાપાન મળ્યો
લીંબડા વાળો ઠાકર જોયો
બોરુ બાવળિયા જોયો
નગા લાખા ને મળ્યો
ગેડીયા ની જતવાડ જોઈ
ઠાકર તારો ઠાઠ જોયો
જય કનૈયા લાલ કી
સહ ભૂમિ ગોપાલ કી
જહરીયો મે વીર જોયા
ઝાઝાવડા દેવ જોયો
પંચાળ ની ધરતી જોઇ
અવલયો ઠાકર જોયો
જોગી એ જમડી ખીર
પાળીયાદ નો વીહળો પીર
જય રણછોડ માખણ ચોર
ગલીયે ગલીયે ગુંજે સોર
તુ બાવન દુવારે બેઠો
નીતિ ટેક હાજર રેતો
છોરુ ની ખબરુ લેતો
માંગ્યો વીના બધુ દેતો
દ્વારકા દેશ જોયો
મૂર્તિ મા મન મોહ્યા
શામળીયાને ભાળી રોયો
ગોમતી મા પાપ ધોયા
રુઠેલા રૂક્ષ્મણી જોયા
દેવ ભુમિ મા સુદ બુધ ખોયા