Vhalam Aavo Ne

Vhalam Aavo Ne

Sachin-Jigar, Jigardan Gadhavi, & Niren Bhatt

Длительность: 5:20
Год: 2017
Скачать MP3

Текст песни

હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું
તું લઇને આવે લાગણીનો મેળો રે
સાથ તું લાંબી મજલનો
સાર તું મારી ગઝલનો
તું અધૂરી વાર્તાનો છેડો રે
મીઠડી આ સજા છે
દર્દોની મજા છે
તારો વિરહ પણ લાગે વ્હાલો રે
વ્હાલમ આવોને આવોને
વ્હાલમ આવોને આવો ને
માંડી છે લવની ભવાઈ
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ
કે વ્હાલમ આવોને આવોને
મન ભીંજાવોને આવોને
કેવી આ દિલની સગાઇ
કે માંડી છે લવની ભવાઈ
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ

રોજ રાતે કે સવારે ચાલતાં ફરતાં
હું અને તારા વિચારો મારતાં ગપ્પાં
તારી બોલકી આંખો
જાણે ખોલતી પાંખો
હર વાતમાં હું જાત ભૂલું રે
કે વ્હાલમ આવોને આવોને
વ્હાલમ આવોને આવોને
માંડી છે લવની ભવાઈ
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ
કે વ્હાલમ આવોને આવોને
મન ભીંજાવોને આવોને
કેવી આ દિલની સગાઇ
કે માંડી છે લવની ભવાઈ
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ
તા થૈયા થૈયા તા થૈયા થૈ (એ એ)
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ

યાદોના બાવળને આવ્યાં ફૂલ રે હવે
તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે (તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ)
સપનાં આશા મંછા છોડ્યા મૂળ રે હવે
તું આવે તો દુનિયા આખી એ જી ધૂળ રે હવે
ધૂળ રે હવે ધૂળ રે હવે (તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ)
તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ