Va Vaya & Vadaldi Varsi (Gujarati Folk Fusion)

Va Vaya & Vadaldi Varsi (Gujarati Folk Fusion)

Santvani Trivedi

Длительность: 3:32
Год: 2024
Скачать MP3

Текст песни

વા વાયા ને વાદળ ઉમટયા
વા વાયા ને વાદળ ઉમટયા
ગોકુલ માં હો
ગોકુલ માં ટહુકીયા મોર
મળવા આવો સુંદીરવર શામળિયા
વા વાયા ને વાદળ ઉમટયા
ઉમટયા ઉમટયા

વાદલડી વરસી રે ,સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે , સરોવર છલી વળ્યાં
સાસરિયા માં મહાલવું રે
પિયરિયાં થી છુટા પડ્યા
વાદલડી વરસી રે , સરોવર છલી વળ્યાં

મારા પગ કેરા કડલાં રે , વીરો મારો લેવા હાલ્યો
મારા પગ કેરા કડલાં રે , વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇ ને વહેલો , વીરા લઇ ને વહેલો
વીરા લઇ ને વહેલો આવજે રે
સાસરિયા મારે ઘેરે બેઠા
વાદલડી વરસી રે , સરોવર છલી વળ્યાં
છલી વળ્યાં

હે મારા નાક કેરી નાથની રે , વીરો મારો લેવા હાલ્યો
મારા નાક કેરી નાથની રે , વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇ ને વહેલો , વીરા લઇ ને વહેલો
વીરા લઇ ને વહેલો આવજે રે
સાસરિયા મારે ઘેરે બેઠા
વાદલડી વરસી રે , સરોવર છલી વળ્યાં