Mogal Hi Mangalam
Sagardan Gadhvi
6:55મોગલ માંના ભગુડે અવસર આવ્યો ઉત્સવ મોંઘા મુલનો રે લોલ હે માડી અમારા હૈયા હરખ્ હિલોળે એ દિવસ મોઘામુલનો રે લોલ હે મોગલ માંના ભગુડે અવસર આવ્યો ઉત્સવ મોંઘા મુલનો રે લોલ હે માડી તારી આરતી ના અજવાળા આભલીયે જેમ તારલાં રે લોલ હે જગમગ જબકે સુરજ ચાંદો માડી તારા મંદિરીયે રે લોલ હે માડી તુ છો ભક્તો ભિડ ભાંગનારી મોગલ અમારી માવડી રે લોલ મોગલ માં માના આંગણે અવસર આવ્યો ઉત્સવ મોંઘા મુલનો રે લોલ હે માડી તારા હોમ હવનના ધુમાડે દેવો ના તેદી દર્શન થયા રે લોલ આવે માડી નવલાખું નેજાળી ખમ્મા ખમ્મા ના ખમકારે રે લોલ મોગલ તારા દર્શને દુખડા ભાગે રાજી સૌને રાખતી રે લોલ મોગલ માંના આંગણે અવસર આવ્યો ઉત્સવ મોંઘા મુલનો રે લોલ હે મોગલ તારી મંગલ મુરતી ભાળું હૈયે હેમાળાની ટાઢક વળે રે લોલ હે માડી આજ કે દાનની કલમુ હાલી મોગલ તારી મહેરબીની રે લોલ હે માડી તું છો ચારણ કુળ અવતારી ખમ્મા તું રે ખમ્મા ઘણી રે લોલ હે મોગલ માં બેઠી તું ગીરદારી અહીલ કુલ ના આગને લોલ