Nashedi Kari Gai

Nashedi Kari Gai

Jignesh Barot

Альбом: Nashedi Kari Gai
Длительность: 5:19
Год: 2025
Скачать MP3

Текст песни

હે હતો વખત ની વેળા નડી ગઈ
હો ઓ આતો વખત ની વેળા નડી ગઈ
સબંધ મા તિરાડ પડી ગઈ
મારા વગર એતો જીવતા શીખી ગઈ
હે કોની કાળી નજર પડી ગઈ
આજ મારા થી એ જુદી પડી ગઈ
મારા વગર એતો જીવતા શીખી ગઈ

હો દાડા મા દસ વાર ફોન કરનારી
કેમ ભુલી સકે આદત મારી
હો મને જીવ કેનારી છેટી પડી ગઈ
એના મારા વચ્ચે ઓટી પડી ગઈ
એના માટે લિધેલ બંગડી પડી ગઈ
હો હો મારા વગર એતો જીવતા શીખી ગઈ

હો મારા હાથે એ અને હુ એના હાથે જમતો
આખી દુનિયા માં એક હુ જ એને ગમતો
હો ઓ વાતે વાતે રિહાતિ તોયે હુ એને મનાવતો
લાડ કરી ફોહલાવીને જીવ ની જેમ રાખતો
હો કરેલા ઉજાગર મજરે ના આયા
લાડ લડાયેલાં નજરે ના આયા
હે એનો ફોન કેમ સેજે આવે નઈ
વોટ્સએપ ડીપી દેખાતી બંધ થઈ
નંબર મારો એતો બ્લોક કરી ગઈ
હો ઓ મારા વગર એતો જીવતા શીખી ગઈ
હો ગાડી ની આગળ ની સીટે એતો બેહતી
આળી બેહીને પગ મારા ખોડે રાખતી
હો ઓ ગાડી માં જીગા ના ગીતો એ વગાડતી
મસ્ત હોતો મૂડ ને વિડિયો બનાવતી
હો જોડે રેવાના એને સપના બતાયા
જૂઠું બોલીને આજ અમને બકાયા
હે મારી ગાડી ની સીટ ખાલી થઈ
એની યાદ મા ગાડી આબુ પહોચી ગઈ
સિધા સાદા ને નશેડી કરી ગઈ
હો એના જીગા વગર એતો જીવતા શીખી ગઈ