Mari Hambhal Lenari Jati Rahi

Mari Hambhal Lenari Jati Rahi

Jignesh Barot

Длительность: 6:39
Год: 2021
Скачать MP3

Текст песни

હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
હે મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ
હે મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
હો રીહામણા મનામણા શુ રે થઇ ગયા
કીધા વગર એ તો દુર રે થઇ ગયા
હો રીહામણા મનામણા શુ રે થઇ ગયા
કીધા વગર એ તો દુર રે થઇ ગયા
મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ
મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
રોજ મારી હંભાળ લેનારી જતી રે રહી

હો આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી
એના મારા કપડાનો કલર મેચિંગ કરતી
હો એની ઓઢણીથી મારો પરસેવો રે લૂછતી
ખબર છે મારા માટે પેપળો એ પૂજતી
હો કોના માટે અમે હવે તૈયાર થઈ ફરશું
શોક બધા છોડી દીધા ઠાઠ નહિ કરશું
હો કોના માટે અમે હવે તૈયાર થઈ ફરશું
શોક બધા છોડી દીધા ઠાઠ નહિ કરશું
દિલના ચોપડેથી નામ મારુ કમી કરી ગઈ
દિલના ચોપડેથી નામ મારુ કમી કરી ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
જીજાની હંભાળ લેનારી જતી રે રહી

હો એની જાતથી વધારે એ ચિંતા મારી કરતી
નશીબ વાળાને આવી પ્રેમિકા રે મળતી
મેં ખાધું કે ના ખાધું એ ખબર બધી રાખતી
રોજ મોડા ઘેર પોચું ત્યાં સુધી જાગતી
હો પરણીને લાવવી હતી મારા રે ઘરમાં
ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતરમાં
પરણીને લાવવી હતી મારા રે ઘરમાં
ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતરમાં
એ મારા અડધા અંગની ધણીઓની હેત ભૂલી ગઈ
મારા અડધા અંગની ધણીઓની હેત ભૂલી ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
જીજાની હંભાળ લેનારી જતી રે રહી
એ કાયમ હંભાળ લેનારી જતી રે રહી
એ મારી હંભાળ લેનારી જતી રે રહી