Payal Thi Thayo Ghayal (Kapda Matching 2)

Payal Thi Thayo Ghayal (Kapda Matching 2)

Kaushik Bharwad

Длительность: 5:47
Год: 2024
Скачать MP3

Текст песни

હે ઝાંજરનો ઠાઠ માઠ કંદોરા ની કેળે ભાત
હે ઝાંજરનો ઠાઠ માઠ કંદોરાની કેળી ભાત
સોળે શણગાર સજી રમવા આવે (રમવા આવે)
એક ગોકુળ ગોવાળીયો ને વાને શામળીયો
રમતી રાધાને આજ જોવા આવે
જી રે રમતી રાધાને આજ જોવા આવે (જોવા આવે)
નજરોથી રાત રાત કરતા મનડાની વાત
ગુલાબી ગાલે મન મોહે મોહે
મન મોહે મોહે
લીધી કમખા ની બાંધી કસ
પાથરવા પ્રેમ રસ રમતી રાધાને હારે રમવા આયો
જી રે રમતી રાધાને હારે રમવા આયો
હું રમતી રાધાને હારે રમવા આયો

હે તારી ચણીયા ચોળીની કોરે છુપાયેલ
હે તારી ચણીયા ચોળીની કોરે છુપાયેલ
પાયલ હે તારા પાયલ થી હું રે થયો ઘાયલ
હો તારા પાલવનો છેડો તારા દાંતે દબાયેલ
પાયલ હે તારા પાયલ થી હું રે થયો ઘાયલ હો
હે તારા પાયલ થી હું રે થયો ઘાયલ

હે જરા જોઉં તો જલ્દી છુપાય છે
એને ખબર છે નજર મારી આઈ છે
હું જરા જોવું તો જલ્દી છુપાય છે
એને ખબર છે નજર મારી આઈ છે
હે એમાં ગમ ગમતી ઘુઘરી ને મોર ચિતરાયેલ પાયલ
હે તારા પાયલ થી હું રે થયો ઘાયલ હો
હે તારી ચણીયા ચોળીની કોરે છુપાયેલ પાયલ
હે તારા પાયલ થી હું રે થયો ઘાયલ
હો તારા પાયલ થી હું રે થયો ઘાયલ

હે તારા નેણોના બાળ વાગે આકરા
મને કરાવે પ્રેમના ઉજાગરા
હે તારા નેણોના બાણ વાગે આકરા
મને કરાવે પ્રેમના ઉજાગરા
હે મારા જીવ તારા ઝુમખામાં હું છું અટવાયેલ
પાયલ હે તારા પાયલ થી હું રે થયો ઘાયલ હો
હે તારી ચણીયા ચોળીની કોરે છુપાયેલ પાયલ
હે તારા પાયલ થી હું રે થયો ઘાયલ
હે તારા પગના પાયલ થી થયો ઘાયલ હો
ગોરી તારા પાયલ થી હું રે થયો ઘાયલ