Mindhol Bandhine Malan Mandve Betha

Mindhol Bandhine Malan Mandve Betha

Rajdeep Barot

Длительность: 5:29
Год: 2020
Скачать MP3

Текст песни

હો મીંઢોળ બાંધીને માલણ માંડવે બેઠા
હો મીંઢોળ બાંધીને માલણ તમે માંડવે બેઠા
હો મીંઢોળ બાંધીને માલણ મારી માંડવે બેઠા
હે મને દિલની કરીના કોઈ વાત
પલમાં છોડી દીધો રે મારો સાથ
હે કઠણ કાળજાના ગોરી તમે કેમ રે બન્યા
હો મીંઢોળ બાંધીને માલણ મારી માંડવે બેઠા

હો વેલી પરોઢે મને સપનું રે આયુ
કાનમાં હંભળાય ઢોલને શરણાયું
હો પારકું પાનેતર ગોરી ઓઢી બેઠા
છોડીને સાથ મારો થઈ ગયા છેટા
હે મને માનવામાં નથી આવતું લગાર
ગોરી કહી દેને આ ખોટું છે બધું યાર
હે તમને હસતા જોઈ અમે રાતા પાણીયે રડ્યા
હો મીંઢોળ બાંધીને માલણ મારી માંડવે બેઠા

હા મને છોડીને સાજણ નહીં થાવ સુખી
સાસરીયે જઈને તમે ફરશો દુઃખી દુઃખી
હો પ્રેમની વાતો મારી યાદ તને આવશે
અડધી રાતે તને નિંદર ના આવશે
હે તને પરણીને પસ્તાવો થાશે યાર
મારો જેવો કોઈ નહીં કરે પ્યાર
એ હજુ સમય છે સાંજણ સમજી રે જાવ
હો મીંઢોળ બાંધીને માલણ મારી માંડવે બેઠા
હે મીંઢોળ બાંધીને માલણ તમે માંડવે બેઠા
હે મીંઢોળ બાંધીને માલણ માંડવે બેઠા