Mara Malak Na Mena Rani

Mara Malak Na Mena Rani

Jignesh Barot

Длительность: 6:01
Год: 2021
Скачать MP3

Текст песни

આ આ આ તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે
સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે
હો મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે
મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે
મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે

ઓ અલબેલા બાલમ ઘેલા છેટા જાવો રે
તમે છેટા જાવો રે
મારા મુખને ના શરમાવો રે
ઓ નખરાળા ઓ રે રૂપાળા ઓરા આવો રે
તમે ઓરા આવો રે
મારા દલને ના તડપાવો રે
ઓ સરખી સૈયર સાથે અમારા છૂટા પાલવના છેડા રે
સરખી સૈયર સાથે અમારા છૂટા પાલવના છેડા રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે

ઓ ઘેરા ઘેરા ઘૂંઘટ તાણો ઘેલા લાગો રે
ગૌરી ઘેલા લાગો રે
પાલવડામાં પ્યારા લાગો રે
હો વ્હાલી વ્હાલી વાતો તમારી વ્હાલા લાગો રે
તમે વ્હાલા લાગો રે
મારા દલને પ્યારા લાગો રે
ઘૂંઘટ તાણી ઘેરે આવો દેશું માન મોંઘેરા રે
તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે
મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે
સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે
મારા મલકના મેના રાની ધીમા ધીમા હોલો રે
તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે