Raja Ne Rani - A Gujarati Love Song
Parthiv Gohil
3:01કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે ને મનગમતો મિત મારી આસપાસ છે કે મારા મનમાં જીણું-જીણું, આ થયું છે રે શું ને આંખોમાં ભીનું-ભીનું, છવાય છે રે શું કે તારા નામે આ જીવતર કરવાની વાત છે કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે આ તે કેવી પ્રીત છે ? આ તે કેવી રીત છે ? આ સાવ અજાણી કેવી બીક છે ? આ તે કેવી પ્રીત છે ? આ તે કેવી રીત છે ? આ સાવ અજાણી કેવી બીક છે ? કે તારા આવવાની પ્રીતમ હૈયાને આશ છે કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે આવશે, એ આવશે, કહે મન આ આવશે લાવશે રે લાવશે, નવા રંગો લાવશે નવા નવા રંગોને નવી નવી લાગણીયો મન તારું-મારુ કરે કેવી માંગણીયો કોણ અને ઝાલશે ! કે તારી સાથે એક પળમાં,જનમારા સાત છે કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે કે મારા મનમાં જીણું-જીણું, થયું છે રે શું ? ને આંખોમાં ભીનું-ભીનું, છવાય છે રે શું ? કે મનગમતા દિવસો છે, મનગમતી રાત છે કે તારા આવવાની પ્રીતમ હૈયાને આશ છે