Ghoomariyu 2.0 (Feat. Twinkal Patel & Om Baraiya)

Ghoomariyu 2.0 (Feat. Twinkal Patel & Om Baraiya)

Santvani Trivedi

Альбом: Ghoomariyu 2.0
Длительность: 4:19
Год: 2022
Скачать MP3

Текст песни

હું રાજકોટનો છોરો તું સુરતની છોરી
આયો કસમ તોડી બધા બધાને છોડી
પાછળ પાછળ તારા હું સુરત દોડી આયો
અહીંયા તું જો તારા માટે હું શું લાયો

અહીંયા તું જો તારા માટે હું શું લાયો

હે લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા વેવાણ સાસરીયે લીલા લેર છે
હે લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીયે લીલા લેર છે

હે જાન આવી માંડવાની વાટ વેવાણ તમે પોંખી લ્યોને
હે જાન આવી માંડવાની વાટ વેવાણ તમે પોંખી લ્યોને

હે આવો આવો મોંઘેરા મહેમાન રસોડે શાક જોખી લ્યોને
આવો આવો મોંઘેરા મહેમાન રસોડે શાક જોખી લ્યોને

હે વેવાણના છે સુપડા જેવા કાન વેવાણ તમે પોંખી લ્યોને
હે વેવાણના છે સુપડા જેવા કાન વેવાણ તમે પોંખી લ્યોને

હે અણવરના નાકે શેડાની ધાર રસોડે શાક જોખી લ્યોને
હે અણવરના નાકે શેડાની ધાર રસોડે શાક જોખી લ્યોને

એ અટીયાપાડી પાટીયાપાડી છોરી તૈયાર થાય એમા છોરાનો શું વાંક છે
એમા છોરાનો શું વાંક છે
હે એકડે મીંડે દશ વાંદરીની આઘી ખસ મારા ભાભી સાસરીયે લીલા લેર છે

હે બગડે મીંડે વીહ અણવરને પડી ભીંહ, મારા બેની સાસરીયે કાળોકેર છે
હે તગડે મીંડે ત્રીહ તને સાની સાડી રીહ મારા ભાભી સાસરીયે લીલા લેર છે

હે ચોગડે મીંડે ચાલી અણવરના ખીચ્ચા ખાલી મારા બેની સાસરીયે કાળોકેર છે
હે પાંચડે મીંડે પચા વેવાણના રોવે બચ્ચા મારા ભાભી સાસરીયે લીલા લેર છે

હે છગડે મીંડે છાહીંઠ અણવરને મોટી ફાઇદ મારા બેની સાસરીયે કાળોકેર છે

મારા ભાભી સાસરીયે લીલા લેર છે, હો

ઓહ
હામી ભીતે ગરોળી હા હારે
વેવાણ કે મારી ભેરૂડી હા હારે

હામી ભીતે ગરોળી હા હારે
વરમા કે મારી ભેરૂડી હા હારે

વેવાણ કે મારે મુંબઈ જાવું હા હારે
ગરોળી કે મારે ભેળું આવવું હા હારે

વરમા કે મારે સુરત જાવું હા હારે
ગરોળી કે મારે હારે આવવું હા હારે

હે વરની માને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
હે વહુની કાકીને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
હે વરની માને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
હે વહુની કાકીને બોલાવો રે, ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ