Thakarni Daya Thi Roj Ajvalu

Thakarni Daya Thi Roj Ajvalu

Hansha Bharvad

Длительность: 6:30
Год: 2018
Скачать MP3

Текст песни

તારે બંગલા બાગ બગીચાને
પૈસા કેરું ગાડું
તારે બંગલા બાગ બગીચાને
પૈસા કેરું ગાડું
મારે આંગણે રે ઠાકરનો દીવો
રોજ રે અજવાળું

સતના માર્ગે હાલી હું તો ડર નથી દુનિયાનો
મારી ખબરું લેતો રેશે એવો દ્વારકાવાળો
રોજ રે અજવાળું
રોજ રે અજવાળું

તારે બંગલા બાગ બગીચાને ને
પૈસા કેરું ગાડું
મારા આંગણે રે ઠાકરનો દીવો
રોજ રે અજવાળું

હે અંતરના ઓરડાની વાતો હાંભળે રે દ્વારકાવાળો
સાંભળી લેજો કાનખોલી નથી એ ખોટાનો
હે અંતરના ઓરડાની વાતો હાંભળે રે દ્વારકાવાળો
સાંભળી લેજો કાનખોલી નથી એ ખોટાનો
રાજ રે રજવાડું તારું કાલે જાતું રેશે
સમરી લેજે હાચા મનથી નામ તારું રેશે
રોજ રે અજવાળું
રોજ રે અજવાળું

તારે બંગલા બાગ બગીચાને ને
પૈસા કેરું ગાડું
મારા આંગણે રે ઠાકરનો દીવો
રોજ રે અજવાળું

એના રે ભંડારમાં નથી ખોટ ખજાનો
દઈ દેશે ખુલ્લા દિલથી તો આવશે રે જમાનો
હો એના રે ભંડારમાં નથી ખોટ ખજાનો
દઈ દેશે ખુલ્લા દિલથી તો આવશે રે જમાનો
રાજા મહારાજા હાલ્યા સિકંદર હાલ્યા ગયા
ચાંદો સૂરજ અમર રહ્યા જે ભગવાન ને નમીયા
રોજ રે અજવાળું
રોજ રે અજવાળું

તારે બંગલા બાગ બગીચાને ને
પૈસા કેરું ગાડું
મારા આંગણે રે ઠાકરનો દીવો
રોજ રે અજવાળું

ખોટા રે સિક્કાઓની આ દુનિયા છે દીવાની
કાળા રે કળિયુગમાં એમની ચાલે છે બઈમાની
હો ખોટા રે સિક્કાઓની આ દુનિયા છે દીવાની
કાળા રે કળિયુગમાં એમની ચાલે છે બઈમાની
નાત માટે માન ને ભાઈબંધ માટે જાન છે
નવઘણ મુંધવા કેશે અલ્યા ખોટું તો હરામ છે
રોજ રે અજવાળું
રોજ રે અજવાળું
તારે બંગલા બાગ બગીચાને
પૈસા કેરું ગાડું
મારા આંગણે રે ઠાકરનો દીવો
રોજ રે અજવાળું
તારે બંગલા બાગ બગીચાને
પૈસા કેરું ગાડું