Meladi Modave Ramva Aay

Meladi Modave Ramva Aay

Jignesh Barot

Длительность: 4:17
Год: 2022
Скачать MP3

Текст песни

હે ભલે માડી ભલે

એ મેલડી એ મેલડી
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય

હે હોનાનું ડેકલું ન રૂપાની ગેડી
બુટીયે સવાર થઇ આવજે તું વેલડી
એ મેલડી એ મેલડી
એ મેલડી ડાકલે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય

ઘરનાં આંગણે માં તારો મઢડો
લીલી રાખ વાડી માડી લીલો મારો નેહડો
અબીલ ગુલાલ કંકુડાં છંટાવું
મારગ માં માડી ફૂલડાં વેરાવું
વેણ વધાવે માં તને બોલાવું
ડાકલીયા તેડાવી ઝૂલણા ગવરાવું
એ મેલડી એ મેલડી
એ મેલડી હાંકલે હાલી આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય

હો ભલે માડી ભલે
હો પરદે આવી માડી ના કરતી વાતું
છોરુંડા સનમુખ પ્રગટ થાતું
નહિ રે આવે તો માડી વહમું રે થાશે
હગાવાલા માં મારી આબરૂ રે જાશે
હે સત ના દીવાને રાખજે માં ઝળતો
તારી આબરૂ ને હું તો માં રડતો
એ મેલડી એ મેલડી
એ મેલડી પવન ઝપાટે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી લીલુડા મોડવે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી તાવા ના ટાણે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ દીવડા ઝગમગ ઝગમગ થાય
એ દીવડા ઝગમગ ઝગમગ થાય